Synoptic analysis and outlook for Gujarat.

Synoptic analysis and outlook for Gujarat.

27-07-2024

Current conditions based on 8:30 AM

  1. The Monsoon trough at MSL is currently running near normal position.
  2. Low Pressure Area is location over North Odisha and adjoining areas. Asociated UAC extending up to 7.6 km above MSL tilting Southwestwards with height.
  3. Share zone running roughly along 18 N between 5.8 to 7.6 km above MSL, tilting southwards with height.
  4. Off shore trough at MSL runs along south Gujarat to north Karnataka coast.

Analysis and Forecast:-

Monsoon trough likely to shift south of its normal position during upcoming hours.

Low Pressure are and associated UAC likely to move West Nothwestwards during upcoming hours.

Share zone may move north up to 20-22 N during next 2-3 days.

Gujarat:- 27 to 30th July

Under influence of above weather systems, Some parts of Gujarat may receive heavy to very heavy rainfall , while isolated parts may receive heavy to extremely heavy rainfall, up to 200 mm during next 2-3 days. Areas of heavy to very heavy rain depends on track of UAC ,Position of Monsoon trough and Share zone.

==============================================================

હાલની પરિસ્થિતિઓ સવારના 8:30 પ્રમાણે

મોનસૂન ટ્રફ લગભગ સામાન્ય સ્થિતિમાં છે. જે આગામી કલાકોમાં સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણ તરફ સરકશે.

ઉત્તર ઓડિશા અને સંલગ્ન વિસ્તારો પર લો પ્રેશર રહેલું છે , જેને સંલગ્ન UAC દરિયાઈ લેવલની સાપેક્ષે 5.8 થી 7.6 km ઊંચાઈ વચ્ચે રહેલું છે. જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ દિશામાં ઝૂકેલું છે.

શેર ઝોન લગભગ 18 ડિગ્રી ઉત્તર આસપાસ દરિયાઈ લેવલની સાપેક્ષે 5.8 થી 7.6 km ઊંચાઈ વચ્ચે રહેલ છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલ છે.

ઓફ શોર ટ્રફ દરિયાઈ લેવલ પર દક્ષિણ ગુજરાત કાંઠા થી ઉત્તર કર્ણાટક કાંઠા સુધી સક્રિય છે.

વિશ્લેષણ અને અનુમાન:-

મોનસૂન ટ્રફ આગામી 2 દિવસ (28,29 જુલાઈ) તેની સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં રહેશે , મોનસૂન ટ્રફ નો પશ્ચિમ છેડો રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશના ભાગો આસપાસ રહેશે.

લો પ્રેશર ને સંલગ્ન UAC પશ્ચિમ -ઉત્તરપશ્ચિમ/ લગભગ પશ્ચિમ તરફ આગળ વધશે અને તા 28,29,30 જુલાઈ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર,કચ્છ અને અરબ સાગરના ભાગો પર છવાશે.

શેર ઝોન જે હાલમાં 18 ડિગ્રી ઉત્તર આસપાસ છે તે ઉત્તર તરફ સરકીને 28,29 જુલાઈ દરમિયાન 20-22 ડિગ્રી ઉત્તર આસપાસ રહેશે.

ગુજરાત:- અનુમાન 27 થી 30 જુલાઈ

ઉપરોક્ત પરિબળોની અસર હેઠળ, આગમી 2-3 દિવસ (ખાસ કરીને 28,29,30જુલાઈ) દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે, ભારે થી અતિભારે વરસાદ વાળા વિસ્તારોમાં વરસાદની માત્રા 125 મિમિ કે તેથી વધુ રહી શકે છે. એકાદ -બે સ્થળો એ અંત્યત ભારે વરસાદ પડી શકે છે, અત્યંત ભારે વરસાદ વાળા વિસ્તારોમાં વરસાદની માત્રા 200 મિમિ કે તેથી થી વધુ રહી શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા હળવા , મધ્યમ , ભારે ઝાપટાં/વરસાદ પડી શકે છે.

ભારે થી અતિભારે વરસાદ વાળા વિસ્તારોનો આધાર UAC ના ટ્રેક તેમજ મોનસૂન ટ્રફની સ્થિતિ પર રહેલો છે.

વૈશ્વિક મોડેલોના હાલના અનુમાન પ્રમાણે આગમી 72 કલાકો/2-3 દિવસો દરમિયાન, પૂર્વ મધ્ય ગુજરાત (સંલગ્ન ઉત્તર ગુજરાતના વિસ્તારો), દક્ષિણ ગુજરાત (સંલગ્ન દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો) , ઉત્તર-પૂર્વ/ઉત્તર-પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ સંલગ્ન કચ્છના વિસ્તારોમાંના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે.

Show 6 Comments

6 Comments

  1. Vatsal

    Dhoraji, Junagadh ni aaspas occhho varshad rese ke vadhu?

  2. Ramesh Harjibhai Dangar

    Coment sisatem ma kayk sudharo Karo to maja aavse…..je te post pase j coment nu option aave to saral rahe comet gotvama Ane coment karva ma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *