01-07-2024 | 11:30 PM

UAC લગભગ છેલ્લા 18 કલાકોથી કચ્છના અખાત સંલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો સંલગ્ન ઉત્તર-પૂર્વ અરબ સાગરના વિસ્તારો આસપાસ સક્રિય છે, જેને લીધે મોટાભાગે કન્વેક્શન તેમજ વરસાદી ગતિવિધિઓ સૌરાષ્ટ્ર-કચ્છના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારો અને સંલગ્ન ઉત્તર પૂર્વ અરબ સાગર આસપાસ જોવા મળેલ છે. UACની અસર હેઠળ, છેલ્લા 24 કલાકોમાં દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ,અને ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, જિલ્લાઓ પ્રમાણે જોઈયે તો જુનાગઢ, દ્વારકા, પોરબંદર , સંલગ્ન જામનગર અને રાજકોટના વિસ્તારો, ગીર સોમનાથ . અમરેલીના ઘણા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાયો છે.
આજે તા 1 જુલાઈ ના રોજ સવારે 6 થી રાત્રિના 8 સુધીમાં સૌથી વધુ જુનાગઢના કેશોદમાં 208 મિલિમીટર વરસાદ નોંધાયો છે.
સવારે 6 થી રાત્રિના 8 સુધીમાં વરસાદના આંકડા
હાલમાં UAC ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્ર અને સંલગ્ન વિસ્તારો પર રહેલું છે જે આગામી કલાકોમાં ક્રમસહ ઉત્તર ગુજરાત તરફ સરકશે, જેની અસર હેઠળ આગામી 24 કલાકોમાં દક્ષિણ પૂર્વ, ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર અને સંલગ્ન કચ્છ, ઉત્તર અને પૂર્વ-મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. ઉપર જણાવેલ વિસ્તારોમાંના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે.


Porbandar ma pan varsad che
??????? ???????
????? ??????? ?? ????? ??? ?? 14 ??? ???? ??? ??…