બંગાળની ખાડી પર રહેલ વેલ માર્ક લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું, રાજ્યમાં તા. 21 થી 25 જુલાઈ દરમિયાન બીજો વરસાદી રાઉન્ડ.

બંગાળની ખાડી પર રહેલ વેલ માર્ક લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું, રાજ્યમાં તા. 21 થી 25 જુલાઈ દરમિયાન બીજો વરસાદી રાઉન્ડ.

આજે 19 જુલાઈ સવારે 5:30 વાગ્યા મુજબ વાતાવરણની પરિસ્થિતિઓ

1.મોનસૂન ટ્રફ સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં છે. જે દરિયાઈ લેવલથી 1.5 km ઊંચાઈ સુધી ફેલાયેલ છે, જે આગામી 3-4 દિવસ સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં રહેશે. જે ઊંચાઈ સાથે દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ ઝૂકેલો છે

2.મધ્ય બંગાળની ખાડી પર ગઈ કાલે 18 જુલાઈના રોજ નવું લો પ્રેશર સર્જાયું હતું જે મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાયું છે. આજે સવારે 5:30 વાગ્યે વેલ માર્ક લો પ્રેશર ઉત્તર પશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમમધ્ય બંગાળની ખાડી પર દક્ષિણ ઓડિશા કાંઠા પાસે રહેલું છે. જેને સંલગ્ન UAC દરિયાઈ લેવલથી 5.8 km ઊંચાઈ સુધી ફેલાયેલ છે. જે ઊંચાઈ સાથે દક્ષિણ -પશ્ચિમ દિશામાં ઝૂકેલું છે.

3.UAC સૌરાષ્ટ્ર-ક્ચ્છના પશ્ચિમ કાંઠા વિસ્તારો અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબ સાગરના ભાગો પર રહેલું છે, જે દરિયાઈ લેવલની સાપેક્ષમાં 0.9 km થી 1.5 km ઊંચાઈ વચ્ચે રહેલું છે

  1. ઓફ શોર ટ્રફ દરિયાઈ લેવલ પર દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર કાંઠા થી ઉત્તર કેરળ કાંઠા સુધી લંબાયેલ છે.
  2. શેર ઝોન 20 ડિગ્રી ઉત્તર આસપાસ , દરિયાઈ લેવલની સાપેક્ષમાં 3.1 km અને 5.8 km ઊંચાઈ વચ્ચે સક્રિય છે. જે ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલો છે.

================================================================

ગુજરાત:-

રાજ્યમાં છેલ્લા 24 કલાકોમાં 102 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ પોરબંદરમાં 486 મિમિ = 19.1 ઈંચ વરસાદ નોંધાયો છે, જે પોરબંદરમાં આજ સુધીમાં જુલાઈ માહિનામાં 24 કલાકોમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ છે.

રાજ્યમાં આજે સવારે 6 સુધીમાં નોંધાયેલ વરસાદના આંકડા

ઘણા મિત્રોના પ્રશ્નો હતા કે કેમ વરસાદનો મહત્તમ લાભ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોને મળી રહ્યો છે? જ્યારે સૌરાષ્ટ્રના પૂર્વ ભાગો અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર કેમ ઓછું છે?

કેમ? ચાલો સમજીએ.

ચાલુ વરસાદી રાઉન્ડની વાત કરીયે તો, રાજ્યમાં મોટા ભાગે ભારે થી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રના પશ્ચિમ દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને સંલગ્ન વિસ્તારો આસપાસ સીમિત જોવા મળેલ છે.

જેની પાછળના સંભવિત કારણો સમજીએ.

1. પહેલું કારણ UAC નું સ્થાન. UAC છેલ્લા 48 કલાકોથી ( ચોક્કસ વિસ્તારો આસપાસ) સૌરાષ્ટ્ર-કચ્છ ના પશ્ચિમ ભાગો અને સંલગ્ન ઉત્તર-પૂર્વ અરબ સાગરના વિસ્તારો આસપાસ રહેલું છે. આ UAC વાતાવરણના નીચલા લેવલ પર રહેલું છે, જે દરિયાઈ લેવલની સાપેક્ષે 0.9 km થી 1.5 km ઊંચાઈ સુધી ફેયાલયેલું છે એટલે કે UAC boundry layer માં રહેલું છે.

2. બીજું કારણ monsoon trough જે દરિયાઈ લેવલથી 1.5 km ઊંચાઈ સુધી ફેલાયેલ છે, જેનો પશ્ચિમ છેડો 1.5 km લેવલ પર (સૌરાષ્ટ્ર-કચ્છના પશ્ચિમ કાંઠા અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબ સાગરના વિસ્તારો આસપાસ) રહેલ UAC માથી પસાર થાય છે.

ઉપરોક્ત પ્રણાલીઓ છેલ્લા ઘણા કલાકોથી ચોક્કસ વિસ્તારો આસપાસ રહેલી હોવાથી, નીચલા લેવલ પર પવનોનું કન્વર્જન્સ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્ર-કચ્છના પશ્ચિમ કાંઠા અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબ સાગરના વિસ્તારો આસપાસ થઈ રહ્યું છે, તેમજ ઉપલા લેવલ પર divergence પણ સૌરાષ્ટ્ર-કચ્છના પશ્ચિમ કાંઠા અને સંલગ્ન ઉત્તર-પૂર્વ અરબ સાગર વિસ્તારો પર જોવા મળી રહ્યું છે. જેની અસર હેઠળ આ વિસ્તારો આસપાસ Active convection/ સતત નવા વાદળો બની રહયા છે અને જેથી કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ દરિયાઈપટ્ટી અને સંલગ્ન વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે.

Lower level convergence and upper level divergence at 11:30 AM

હજુ પણ આગામી લગભગ 24-36 કલાકો દરમિયાન યુએસી સૌરાષ્ટ્રના-કચ્છના પશ્ચિમ ભાગો અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબ સાગરના વિસ્તારો આસપાસ રહેવાની સંભાવના છે, જેની અસર હેઠળ હજુ પણ આગામી 24-36 કલાકો દરમિયાન સૌરાષ્ટ્રના પશ્ચિમ( દક્ષિણ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ) વિસ્તારો ,સંલગ્ન પશ્ચિમ કચ્છના વિસ્તારો, તેમજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે થી અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં તા 21 થી 25 જુલાઈ દરમિયાન બીજો વરસાદી રાઉન્ડ આવશે, જેમાં હાલની પરિસ્થિતિઓ જોતાં,આવનાર વરસાદી રાઉન્ડમાં જ્યાં ચાલુ વરસાદી રાઉન્ડમાં ઓછો વરસાદ પડેલ છે તે વિસ્તારોનો કદાચ વારો આવી જાય તેવી સંભાવના છે. જોકે ભારે થી અતિભારે વરસાદના વિસ્તારોનો આધાર આગામી કલાકોમાં વાતાવરણીય પરિસ્થિતિઓ અને હવામાન પ્રણાલીઓ કેવી રીતે આકાર પામે છે તેના પર રહેલો છે.

તા 21 થી 25 જુલાઈ દરમિયાન આવનાર વરસાદના બીજા રાઉન્ડ વિષે એક અન્ય અપડેટ દ્વારા જણાવવામાં આવશે.

નોંધ:- હાલની અપડેટ મુજબ, આજે સવારે 8:30 વાગ્યે બંગાળની ખાડી પર રહેલું વેલ માર્ક લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. જે હાલમાં ઉત્તરપશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમમધ્ય બંગાળની ખાડી પર દક્ષિણ ઓડિશા/ઉત્તર આંધ્રપ્રદેશ કાંઠા પાસે રહેલું છે. જે આગામી કલાકોમાં ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરીને કાલે 20 જુલાઈની સવાર સુધીમાં ડિપ્રેશન સ્વરૂપે ઓડિશા કાંઠાને પૂરી પાસે ક્રોસ કરશે અને ત્યારબાદના કલાકોમાં પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે અને ક્રમસહ નબળું પડશે.

Show 5 Comments

5 Comments

  1. Arjan Parmar

    Chotila 21to25 versad aavse bhi

  2. chandresh patel

    Hello Ankit patel
    Aaje tamari website par thi chomasa vise khub sari mahiti Mali.
    Biju e puchvanu chhe k tamari koi application chhe

  3. Jignesh Gamit

    ???? ??? ???? ????? ???? ??? ?? ????? ?? ??? ??? ????.

Leave a Reply to Jignesh Gamit Cancel reply

Your email address will not be published. Required fields are marked *