દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર કેન્દ્રિત વેલ માર્ક લો પ્રેશર આગામી કલાકોમાં મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે. ઉત્તર ગુજરાત/કચ્છમાં રેડ એલર્ટ.

દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર કેન્દ્રિત વેલ માર્ક લો પ્રેશર આગામી કલાકોમાં મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે. ઉત્તર ગુજરાત/કચ્છમાં રેડ એલર્ટ.

06-09-2025 | 8:30 AM

વેલ માર્ક લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર કેન્દ્રિત છે, જે આગામી 24 કલાકોમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને સંલગ્ન ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારો આસપાસ મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ શકે છે.

🚨📢⚠️❗⛔જેની અસર હેઠળ , તા. 6,7,8 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાત અને પૂર્વીય તેમજ મધ્ય કચ્છના વિસ્તારોમાં ભારે થી અતિભારે , જ્યારે ઉત્તર ગુજરાત અને સંલગ્ન કચ્છના અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડી શકે છે, અંદાજિત 8 થી 12 ઇંચ, એકલ દોકલ ઠેકાણે 12 ઈંચ થી વધુ.

🚨📢⚠️❗⛔ રેડ એલર્ટ :- ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મેહસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે થી અતિશય ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. કચ્છના રાપર, ભચાઉ, અંજાર , ગાંધીધામ, ધોળાવીરા અને ભુજના વિસ્તારોમાં ભારે થી અતિભારે જ્યારે એકલ દોકલ વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે ઉત્તર ગુજરાત ને સંલગ્ન પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર,મોરબી સંલગ્ન રાજકોટ,જામનગરના વિસ્તારોમાં ભારે, જ્યારે ઉપરોક જિલ્લાઓના ઉત્તર ગુજરાત/કચ્છ/ કચ્છના અખાત ને સંલગ્ન વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

વેલ માર્ક લો પ્રેશરની હાલની સ્થિતિ અને સિસ્ટમને સંલગ્ન વાદળોનો સમૂહ

Views: 196

Show 4 Comments

4 Comments

  1. Malde Kandoriya

    Dwarka na jam Kalyanpur taluka ne kay Labh malse?

  2. Raju Shingala

    સિસ્ટમ ડિપ્રેશન મા પરિવર્તિત થવાથી અતિભારે વરસાદ વાળા વિસ્તારો સીમિત રહી શકે??

  3. Dinesh Detroja

    મોરબી સિટી માં કેટલા ઇંચ ની શક્યતા છે..?

Leave a Reply to Dinesh Detroja Cancel reply

Your email address will not be published. Required fields are marked *