ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધશે, કચ્છ, ઉત્તર-પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં આવતી કાલ સુધી વરસાદનું જોર રહશે.

ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધશે, કચ્છ, ઉત્તર-પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં આવતી કાલ સુધી વરસાદનું જોર રહશે.

07-09-2025 | 5:30 PM

ડીપ ડિપ્રેશન હાલમાં ઉત્તર ગુજરાત/કચ્છ/દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન/દક્ષિણ પૂર્વ પાકિસ્તાન બોર્ડર પાસે રહેલું છે. ડીપ ડિપ્રેશનનું સાંજે 5:30 વાગ્યે લોકેશન 24.5 N 71.2 E હતું. જે રાધનપુર થી 80 કિલોમીટર ઉત્તર -ઉત્તરપશ્ચિમમાં, ડીસા થી 110 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં , ભુજ થી 200 કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતું. જે આગામી કલાકોમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ/ઉત્તરપશ્ચિમ તરફ એટલે કે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનના વિસ્તારો તરફ આગળ વધશે અને ક્રમસહ નબળું પડશે.

ડીપ ડિપ્રેશનની મુખ્ય અસરો હજુ આગામી 24 થી 36 કલાકો સુધી એટલે કે આવતીકાલ તા 8 સપ્ટેબરની મોડી રાત્રિ સુધી સમગ્ર કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અને પાટણના વિસ્તારો, સૌરાષ્ટ્રના મોરબી અને સંલગ્ન જિલ્લાઓના કચ્છના અખાત પાસેના વિસ્તારોમાં રહેશે.

જે દરમિયાન ઉપરોકત જિલ્લાઓના વિસ્તારોમાં મધ્યમ થી અતિભારે વરસાદ પડી શકે છે ,  જ્યારે એકલ દોકલ વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડી શકે છે. સમગ્ર કચ્છમાં આગામી 24 થી 36 કલાકો દરમિયાન મધ્યમ, ભારે , અતિભારે ક્યાંક અતિશય ભારે વરસાદ પડી શકે છે.

તા 8 સપ્ટેમ્બર મોડી સાંજ બાદ થી ઉપરોકત વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો આવશે. તા 9 સપ્ટેમ્બરથી રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં આંશિક ઉઘાડ/ઉઘાડ જોવા મળશે

જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં આવતીકાલ 8 સપ્ટેમ્બર ના રોજ  આંશિક ઉઘાડ,છૂટા-છવાયા હળવા,મધ્યમ ઝાપટાં/વરસાદ પડી શકે છે.

ડીપ ડિપ્રેશનની સૌથી વધુ અસર આજે બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારો સૂઈગામ, વાવ, થરાદ,ભાભર તાલુકામાં તેમજ કચ્છના પૂર્વીય વિસ્તારો રાપર તાલુકામાં જોવા મળેલ છે. જે નીચે આપેલ તાલુકાવાઇઝ વરસાદની વહેંચલી દર્શાવતા મેપમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

આજે સવારે 6 થી રાત્રિના 10 સુધીમાં,

બનાસકાંઠાના સૂઈગામમાં સૌથી વધુ 345 મિમિ = 13.5 ઈંચ

વાવ = 174 મિમિ = 6.8 ઈંચ

ભાભર=167 મિમિ=6.5 ઈંચ

રાપર=166 મિમિ =6.5 ઈંચ

થરાદ=155 મિમિ=6.1 ઈંચ

નોંધ:- વરસાદના તમામ આંકડાઓ વેબસાઈટના હોમ પેજ પર ઉપલબ્ધ છે.

Views: 90

Show 1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *