આગામી 48 કલાકો દરમિયાન સૌરાષ્ટ્રના મહુવા થી દ્વારકા દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે

આગામી 48 કલાકો દરમિયાન સૌરાષ્ટ્રના મહુવા થી દ્વારકા દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે

18-08-2025 | 11:30 PM

હવામાનની હાલની પરિસ્થિતિઓ

1. નોર્થ આંધ્રપ્રદેશ/દક્ષિણ ઓડિશા પાસે પશ્ચિમ મધ્ય BOB પર રહેલ વેલ માર્ક લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું. તેને સંલગ્ન UAC દરિયાઈ લેવલ થી 7.6 km ઊંચાઈ સુધી ફેલાયેલુ છે.

2. મોનસૂન ટ્રફ સામાન્ય સ્થિતિ કરતાં ઘણો દક્ષિણમાં છે, જેનો પશ્ચિમ છેડો કચ્છના નલિયા, સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, ખંભાત, વડોડરા-ભરુચ, નર્મદા, નંદુબાર વિસ્તારોમાંથી પસાર થાય છે.

3. દક્ષિણ ગુજરાત /દક્ષિણ-પૂર્વ સૌરાષ્ટ્ર કાંઠા અને સંલગ્ન અરબ સાગર આસપાસ યુએસી રહેલું છે, જે દરિયાઈ લેવલની સાપેક્ષે 0.9 થી 3.1 km ઊંચાઈ વચ્ચે જોઈ શકાય છે. જે ઊંચાઈ સાથે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ ઝેકુલું જણાય છે.

3. પૂર્વ-પશ્ચિમ ટ્રફ / શેર ઝોન , ઉપરોકત ડિપ્રેશનને સંલગ્ન UAC થી ઉત્તર પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલ છે. જે લગભગ 19-20 N આસપાસ રહેલો છે. જેનો પશ્ચિમ છેડો દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારો/સંલગ્ન ઉત્તર પૂર્વ અરબ સાગર પાસે રહેલો છે.

====================================

ઉપરોકત હવમાન પ્રણાલીઓની અસર હેઠળ, ઉત્તરપૂર્વ અરબ સાગર અને સંલગ્ન દક્ષિણ ગુજરાત, દક્ષિણ, દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો આસપાસ નીચલા લેવલ પર પવાનોનું convergence/confluence વધેલું જોવા મળી રહ્યું છે અને આગામી કલાકોમાં હાલ કરતા વધશે.

તેમજ UAC નીચલા લેવલ પર દરિયાઈ લેવલથી ફક્ત 0.9 km ઊંચાઈ પર અને દરિયાઈ વિસ્તારો આસપાસ રહેલ હોવાથી તેમજ મોનસૂન ટ્રફ આસપાસ હોવાથી અનુકૂળ પરિસ્થિઓ હેઠળ ઉત્તર પૂર્વ અરબ સાગર અને સંલગ્ન દક્ષિણ ગુજરાત/સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો આસપાસ હંગામી ધોરણે off shore Vortex પણ બનવાની સંભાવના ખરી.

આગામી કલાકોમા વેલ માર્ક લો પ્રેશર પણ ગુજરાત રાજ્યના વિસ્તારો અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબ સાગરના વિસ્તારો પર રહેશે.

આ તમામ પરિસ્થિતિઓ જોતાં આગામી 48 કલાકો દરમિયાન મોનસૂન ટ્રફથી નીચેની તરફ રહેલ રાજ્યના વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ વિસ્તારોમાંના ઘણા વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મહુવા થી દ્વારકા દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાંના અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડી શકે છે, ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ના દરિયાઈ પટ્ટીના વિસ્તારો.

જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો, મધ્યમ , ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી શકે , ખાસ કરીને મોનસૂન ટ્રફ ની લાઇન જ્યાંથી પસાર થાય છે તેની નીચે રહેલ/દક્ષિણ પશ્ચિમમાં રહેલા વિસ્તારોમાં અન્ય વિસ્તારો કરતાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના વધુ ગણાય

નોંધ :- પૂર્વ-પશ્ચિમ ટ્રફ વધુ પડતો અરબ સાગર તરફ રહેલો હોવાથી તેમજ UAC પણ લગભગ કાંઠા વિસ્તારો આસપાસ મોટા ભાગે સંલગ્ન અરબ સાગરના વિસ્તારો પર હોવાથી તેમજ મોનસૂન ટ્રફ પણ વધુ દક્ષિણ તરફ સરકી શકે , મોટા ભાગનું convergence અરબ સાગરમાં રહે અને જેથી મોટા ભાગના ભારે વરસાદ આપતા વાદળો મોટા ભાગે દરિયામાં બને/રહે એટલે ફક્ત દરિયાઈ પટ્ટીના સીમિત વિસ્તારોમાં જ અતિભારે થી અતિશય ભારે વરસાદ પડે એવુ બની શકે.

Views: 2

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *