21-08-2025 | 9 AM
રાજ્યમાં આજે સવારે 6 સુધીમાં છેલ્લા 24 કલાકોમાં 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.
સૌથી વધુ વરસાદ મેંદરડા(જુનાગઢ) તાલુકામાં 338 મિમિ (13.3 ઈંચ) નોંધાયો, નીચે આપેલ ચાર્ટ મેંદરડામાં દર બે કલાકે નોંધાયેલ વરસાદ બતાવે છે.

જિલ્લાની દ્રષ્ટિએ સૌથી વધુ સરેરાશ વરસાદ પોરબંદરમાં 202 મિમિ નોંધાયો.
નીચે આપેલ મેપ છેલ્લા 24 કલાકો દરમિયાન રાજ્યના 33 તાલુકાઓ માં થયેલ સરેરાશ વરસાદની વહેંચલી દર્શાવે છે,જે દરેક જીલ્લામાં આજે સવારે 6 સુધીમાં છેલ્લા 24 કલાકોમાં નોંધાયેલ સરેરાશ વરસાદ, વરસાદની શ્રેણી મુજબના કલરમાં દર્શાવેલ છે

જુનાગઢ, પોરબંદરના તાલુકાઓમાં અતિભારે થી અતિશય ભારે વરસાદ નોંધાયો. જેમાં 4 તાલુકાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.
નીચે આપેલ મેપ છેલ્લા 24 કલાકો દરમિયાન રાજ્યના 251 તાલુકાઓ માં વરસાદની વહેંચલી દર્શાવે છે, જે દરેક તાલુકામાં આજે સવારે 6 સુધીમાં છેલ્લા 24 કલાકોમાં નોંધાયેલ વરસાદ, વરસાદની શ્રેણી મુજબના કલરમાં દર્શાવેલ છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ભારે થી અતિભારે વરસાદ મોટા ભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મહુવા થી દ્વારકા દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સીમિત જોવા મળેલ છે. જ્યારે અતિશય ભારે વરસાદ જુનાગઢ તેમજ પોરબંદરના 4 તાલુકાઓમાં નોંધાયેલ છે.

નોંધ:- વરસાદના તમામ આંકડાઓ https://gujaratweatherman.com/ ના હોમ પેજ પર ઉપલબ્ધ છે. મોબાઇલમાં વધુ સારી રીતે જોવા માટે browserમાં desktop site enable કરો.
Views: 13
