મોનસૂન ટ્રફ રાજસ્થાન તરફ સરક્યો, આગામી 48 કલાકો દરમિયાન ઉત્તર ગુજરાત અને સંલગ્ન વિસ્તારોમાં વરસાદનું જોર રહશે.

મોનસૂન ટ્રફ રાજસ્થાન તરફ સરક્યો, આગામી 48 કલાકો દરમિયાન ઉત્તર ગુજરાત અને સંલગ્ન વિસ્તારોમાં વરસાદનું જોર રહશે.

21-08-2025 | 6 PM

1. મોનસૂન ટ્રફનો પશ્ચિમ છેડો જે તા 20 ઓગસ્ટના સાંજે 5:30 વાગ્યે ઉત્તર પૂર્વ અરબ સાગર, કચ્છના અખાત આસપાસ, પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થી પસાર થતો હતો જે ત્યારબાદના કલાકોમાં ઉત્તર તરફ સરકીને હવે આજે સાંજે 5:30 સુધીમાં રાજસ્થાનના બિકાનેર, સિકર અને મધ્ય પ્રદેશના મોરેના માંથી પસાર થાય છે. જે દરિયાઈ લેવલથી 1.5 km ઊંચાઈ સુધી ફેલાયેલો છે.

2.પૂર્વ-પશ્ચિમ ટ્રફ જે તા 20 ઓગસ્ટના સાંજે 5:30 વાગ્યે, લગભગ 21 N આસપાસ હતો તે ત્યારબાદના કલાકોમાં ઉત્તર તરફ સરકી હાલ તા 21 ઓગસ્ટના સાંજે 5:30 વાગ્યે 24 N (કચ્છ, ઉત્તર ગુજરાતના સહરદી વિસ્તારો ) આસપાસથી પસાર થાય છે. જે દરિયાઈ લેવલની સાપેક્ષે 3.5 થી 5.8 km ઊંચાઈ વચ્ચે જોઈ શકાય છે.

3.ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને સંલગ્ન ઉત્તર ઓડિશા/ પશ્ચિમ બંગાળના વિસ્તારો પર UAC રહેલ છે , જે દરિયાઈ લેવલની સાપેક્ષે 3.1 થી 7.6 km ઊંચાઈ સુધી જોઈ શકાય છે. જેની અસર હેઠળ ઉપરોક્ત વિસ્તારો પર તા 25 ઓગસ્ટ આસપાસ લો પ્રેશર રચાઈ શકે છે. જે લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગલ વધી શકે તેવી હાલની પરસ્થિતિઓ પ્રમાણે જણાય છે. જેના વિષે આગામી અપડેટમાં ચર્ચા કરીશું.

ગુજરાત:-

મોનસૂન ટ્રફ જે તા 20 ઓગસ્ટના બપોર સુધી ઉત્તર પૂર્વ અરબ સાગર_કચ્છ_મધ્ય સૌરાષ્ટ્ર_પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થી પસાર થતો હતો , તેમજ પૂર્વ-પશ્ચિમ ટ્રફ/શેર ઝોન લગભગ 21 ડિગ્રી ઉત્તર આસપાસ સક્રિય હતો , જ્યારે ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર કાંઠા સુધી સક્રિય હતો. આ તમામ હવામાન પ્રણાલીઓની સંયુક્ત અસર હેઠળ તા 19, 20 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દરિયાઈ પટ્ટીના ઘણા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે થી અતિભારે તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના કેટલાક તાલુકાઓમાં અતિશય ભારે ( 10 ઈંચ થી વધુ) વરસાદ નોંધાયો હતો.

જ્યારે રાજ્યના મધ્ય અને ઉત્તર પૂર્વના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું રહ્યું હતું , તે નીચે આપેલ મેપમાં સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે.

અનુમાન:- આગામી 48 કલાકો (તા 23 ઓગસ્ટ સાંજના 6) સુધી માન્ય

આગામી કલાકો દરમિયાન મોનસૂન ટ્રફનો પશ્ચિમ છેડો ઉત્તર તરફ રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય વિસ્તારો તેમજ મધ્ય પ્રદેશના ઉત્તર ભાગો આસપાસ રહેશે

જ્યારે શેર ઝોન , પૂર્વ -પશ્ચિમ ટ્રફ લગભગ 23 -24 ડિગ્રી ઉત્તર આસપાસ રહેશે,

તદુપરાંત મધ્ય લેવલ પર લગભગ 4.5 થી 5.8 km ઊંચાઈ વચ્ચે એક યુએસી પશ્ચિમ મધ્ય પ્રદેશ/દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તેમજ સંલગ્ન વિસ્તારો આસપાસ રહેલું છે.

જેની અસર હેઠળ આગામી 48 કલાકો દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર મોટે ભાગે ઉત્તર ગુજરાત અને સંલગ્ન વિસ્તારોમાં રહેશે.

ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી 48 કલાકો દરમિયાન મધ્યમ થી ભારે જ્યારે ઉત્તર ગુજરાતના એકાદ-બે વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ થી ભારે એકાદ-બે ઠેકાણે ભારે થી વધુ ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવા, મધ્યમ ઝાપટાં /વરસાદ જ્યારે અમુક વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે.

નોંધ :-

નોંધ:- વરસાદના તમામ આંકડાઓ વેબસાઇટના હોમ પેજ પર ઉપલબ્ધ છે. મોબાઇલમાં વધુ સારી રીતે જોવા માટે browserમાં desktop site enable કરો.

Views: 420

Show 2 Comments

2 Comments

  1. Jignesh Ruparelia

    ૨૭ /૨૮ ઓગસ્ટ માં કેવી શક્યતા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *