લો પ્રેશરની સંભવિત ધીમી ચાલ, ઉત્તર ગુજરાત બોર્ડર વિસ્તારો આસપાસ સામાન્ય કરતાં વધુ કલાકો સુધી રહેવાની સંભાવના , ઉત્તર ગુજરાત/ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘ તાંડવ થશે.

04-09-2025 | 5:30 PM

હાલની વાતાવરણીય પરિસ્થિતિઓ

1. મોનસૂન ટ્રફ સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં , જેનો પશ્ચિમ છેડો રાજસ્થાનના પશ્ચિમ/દક્ષિણ પૂર્વ ભાગો (જેસલમેર, કોટા) અને મધ્ય પ્રદેશના મધ્ય ભાગો (નર્મદાપુરમ) માંથી પસાર થાય છે. જે દરિયાઈ લેવલથી 1.5 km ઊંચાઈ સુધી સક્રિય છે.

2.લો પ્રેશર મધ્ય પ્રદેશ પર રહેલું છે. જેને સંલગ્ન UAC દરિયાઈ લેવલ ની સાપેક્ષે 5.8 km ઊંચાઈ સુધી વિસ્તરેલ છે. જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝેકેલું છે.

3. પૂર્વ-પશ્ચિમ ટ્રફ , ઉત્તર પૂર્વ અરબ સાગર થી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી વિસ્તરેલ છે, જે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગો, લો પ્રેશર ને સંલગ્ન UACમાંથી પસાર થાય છે. જે દરિયાઈ લેવલની સાપેક્ષે 3.5 થી 5.8 km ની ઊંચાઈ વચ્ચે જોઈ શકાય છે.

અનુમાન :- 4 થી 8 સપ્ટેમ્બર

લો પ્રેશર આગામી કલાકોમાં પશ્ચિમ-ઉત્તર -પશ્ચિમ /મોટા ભાગે પશ્ચિમ તરફ આગળ વધી પશ્ચિમ મધ્ય પ્રદેશ/ઉત્તર ગુજરાત/રાજસ્થાન બોર્ડર આસપાસ પહોંચશે ત્યારબાદ લો પ્રેશરની ચાલ ખૂબ ધીમી રહેશે, લગભગ 48 થી 72 કલાકો (5,6.7 સપ્ટેમ્બર) સુધી દક્ષિણ રાજસ્થાન/ઉત્તર ગુજરાત બોર્ડરના વિસ્તારો આસપાસ રહેશે. જે દરમિયાન લો પ્રેશર મજબૂત બની વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે.

લો પ્રેશર ની સંભવિત ધીમી ચાલ અને સામાન્ય કરતાં વધુ કલાકો સુધી ઉત્તર ગુજરાત બોર્ડર વિસ્તારો આસપાસ રહેવાની સંભાવના જોતાં,

🚨📢⚠️❗⛔ ઉત્તર ગુજરાતનામાં તા 5 થી 8 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક ભારે થી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે થી અતિશય ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં લગભગ સર્વત્ર મેઘ તાંડવ જોવા મળી શકે છે, મોટા ભાગના વિસ્તારોમાં 4 થી 10 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિશય ભારે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના અને પાટણ જિલ્લાઓમાં એકલ -દોકલ વિસ્તારોમાં 12 ઈંચ થી પણ વધુ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક સ્થિતિ વણસી શકે છે.

⚠️❗⛔પૂર્વ મધ્ય ગુજરાતના  ઘણા  વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે, (અંદાજિત 3 થી 7 ઈંચ વરસાદ), ખાસ કરીને ઉત્તર ગુજરાત ને સંલગ્ન જિલ્લાઓ (અમદાવાદ, ખેડા, આણંદ,પંચમહાલ, મહીસાગર, દાહોદ)ના ઘણા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તો અમુક વિસ્તારોમાં અતિભારે થી અતિશય ભારે વરસાદ (5 થી 10ઈંચ સુધી) વરસાદ પડી શકે છે.

🚨⚠️ ⚠️ અમદાવાદમાં તા 5,6,7 સપ્ટેમ્બર દરમિયાન ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. અંદાજિત 4 થી 8 ઇંચ

⚠️ ⚠️❗⛔કચ્છના  ઉત્તર ગુજરાતને સંલગ્ન ,પૂર્વ/ઉત્તર-પૂર્વ/દક્ષિણ- પૂર્વ કચ્છના વિસ્તારોમાં ભારે થી અતિભારે તો અમુક વિસ્તારોમાં અતિભારે થી અતિશય ભારે વરસાદ પડી શકે છે.  જ્યારે કચ્છના અન્ય વિસ્તારોમાં મધ્યમ,ભારે વરસાદ પડી શકે છે.

⚠️⚠️દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ થી અતિભારે , તો એકાદ બે વિસ્તારોમાં અતિભારે થી અતિશય ભારે વરસાદ પડી શકે છે.

⚠️સૌરાષ્ટ્રના પૂર્વીય ભાગો (ભાવનગર, બોટાદ,સુરેન્દ્રનગર, મોરબી,(સંલગ્ન રાજકોટ/ જામનગર) જિલ્લાઓના) ઘણા વિસ્તારોમાં  ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. અંદાજિત 3 થી 7  ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

જ્યારે ઉપર જણાવેલ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવા, મધ્યમ, ભારે વરસાદ પડી શકે છે

ખાસ નોંધ:- ઉત્તર ગુજરાત /પૂર્વ મધ્ય ગુજરાતમાં તેમજ આસપાસ રહેતા તમામ લોકો એ ખાસ કાળજી રાખવી. એકાદ અઠવાડિયું ચાલી શકે તેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પાસે રાખવી.

નોંધ:- જો લો પ્રેશર/મોનસૂન ટ્રફ હાલના અનુમાન કરતાં જો થોડું દક્ષિણ કે ઉત્તર તરફ ગતિ કરે તો અતિશય ભારે વરસાદના વિસ્તારો મા ફેરફાર થઈ શકે, આ જો અને તો  જેવી  સ્થિતિ છે જો એવું થાય તો આવું થાય એમ, જો કોઈ ફેરફાર હશે તો અપડેટ દ્વારા જણાવવામાં આવશે.

Views: 509

7 thoughts on “લો પ્રેશરની સંભવિત ધીમી ચાલ, ઉત્તર ગુજરાત બોર્ડર વિસ્તારો આસપાસ સામાન્ય કરતાં વધુ કલાકો સુધી રહેવાની સંભાવના , ઉત્તર ગુજરાત/ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘ તાંડવ થશે.”

  1. Thanks you for updet Ankit bhai
    નવલખી બંદર વિસ્તારમાં વરસાદ ની શક્યતા કેટલા ઇંચ ની છે…?

    Reply

Leave a Comment