સવારે 6 થી સાંજના 6 સુધીમાં 168 તાલુકોમાં વરસાદ નોંધાયો. મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ

સવારે 6 થી સાંજના 6 સુધીમાં 168 તાલુકોમાં વરસાદ નોંધાયો. મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ

20-08-2025 | 5 PM

આજે સવારે 6 થી સાંજના 6 સુધીમાં 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.

સૌથી વધુ વરસાદ મેંદરડા (જુનાગઢ)માં 331 મિમિ (13.03) ઈંચ નોંધાઓ.

ટોટલ 6 તાલુકાઓમાં 8 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો, જ્યારે 4 તાલુકાઓમાં 10 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે.

10 ઇંચ થી વધુ વરસાદ વાળા તાલુકાઓ

1. મેંદરડા = 331 મિમિ = 13.03 ઈંચ

2. કેશોદ = 280 મિમિ = 11.02 ઈંચ

3. વંથલી = 260 મિમિ = 10.2 ઈંચ

4. પોરબંદર = 256 મિમિ = 10.07 ઈંચ

અતિભારે થી અતિશય ભારે વરસાદ મોટાભાગે સૌરાષ્ટ્રના પશ્ચિમ/દક્ષિણ-પશ્ચિમ દરિયાઈ પટ્ટીના લગભગ 50 કિલોમીટર આસપાસ સુધીના વિસ્તારોમાં સીમિત રહેલ છે તે નીચે આપેલ મેપમાં સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ઝાપટાં ,હળવો, મધ્યમ, ભારે વરસાદ થયેલ છે,

કચ્છમાં છૂટોછવાયો હળવો, મધ્યમ વરસાદ થયેલ છે.

ગુજરાતના વિસ્તારો જેવા કે ઉત્તર ગુજરાત/મધ્ય ગુજરાતના છૂટોછવાયો હળવો, મધ્યમ વરસાદ નોંધાયેલ છે જ્યારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયેલ નથી.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ થી અતિભારે વરસાદ જોવા મળેલ છે.

નોંધ:- વરસાદના તમામ આંકડાઓ https://gujaratweatherman.com/ ના હોમ પેજ પર ઉપલબ્ધ છે. મોબાઇલમાં વધુ સારી રીતે જોવા માટે browserમાં desktop site enable કરો.

Views: 15

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *